– કપિરાજ, પશુ, પક્ષી સહિત વન્ય જીવો પર ભારે
ગરમીની અસર
– શહેરના રસ્તા પરના ડામર ઓગળી જતા લોકોને મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં 44 ડિગ્રી પાર તાપમાન પારો ઉંચકતા જનજીવન પર અસર જોવા મળી રહી છે સામાન્ય રીતે શહેરના તાપમાન કરતા ગીરનાર પર્વત પર બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જાય છે ત્યારે ગીરનાર પર્વત પર 46 ડિગ્રી તાપમાન જોવા મળતા પર્વત પર જાણે અગન વર્ષા જોવા મળી છે અતિશય ગરમીના લીધે પર્વત પર વસતા કપિરાજ, પશુ, પક્ષી સહીત વન્યજીવો પર ભારે ગરમીની અસર જોવા મળી છે.ગીરનારનો કાળબીનનો પાણો ઓગળી દે તેવી ગરમી પડતા વન્ય જીવો છાંયડાનો સહારો લેવા મજબુર બન્યા છે અને જ્યાં ઠંડક હોઈ તેવી જગ્યા પસંદ કરી રહ્યા છે.સતત ભારે ગરમીના કારણે અનેક પક્ષીઓ ડિહાઈડ્રેશનનો શિકાર બન્યા છે. સમગ્ર રાજ્યમાં 44 ડિગ્રી આસપાસ ગરમી સાથે જૂનાગઢમાં પણ 44 ડિગ્રી પાર તાપમાન નોંધાતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા છે જયારે ભારે ગરમીના લીધે શહેરના રસ્તા પરના ડામર ઓગાળવા લાગ્યો છે.
ડામર ઓગાળવા લાગતા વાહન ચાલકોને પણ રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું બન્યું છે દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે જેના લીધે માનવ જીંદગી પર અસર જોવા મળી રહી છે તેની સાથે પશુ, પક્ષી સહીત અબોલ જીવ પર અસર જોવા મળી રહી છે.ત્યારે લોકો પણ પક્ષીઓ માટે ખુબ મેહનત કરતા હોઈ છે અને ઘર આસપાસ અથવા છત પર પાણીના કુંડા મૂકીને પક્ષીઓની સહાયતા કરતા હોવા છતાં દૂર દરાજ વિસ્તારોમાં હીટવેવના લીધે પક્ષીઓમાં પાણીનું ઉણપ તેમજ વિટામિન ઘટી જવાને લીધે જમીન પર પટકાય છે અને બેભાન બનવાના કિસ્સાઓમાં વધારો થયો છે. જૂનાગઢ શહેરની જીવદયા ચેરી ટેબલ ટ્રસ્ટને રોજના પક્ષીઓ બેભાન થવા અને ડીહાઇડ્રેશન થવાના અસંખ્ય કોલ આવે છે.પક્ષીઓ પર હીટવેવની અસર જોવા મળી રહી છે જેમાં શહેરના જાગૃત નાગરીકો દ્વારા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટને કોલ કરીને જાણ કરતા જીવદયા ટ્રસ્ટ દ્વારા તુરંત પક્ષીઓની સારવાર કરવામાં આવે છે.અત્યાર સુધીમાં 200 થી વધુ પક્ષીઓના કોલ આવતા તેને સારવાર આપવામાં આવી છે જેમાં 150 થી વધુ પક્ષીઓને ફરી આકાશમાં મુક્ત કર્યા છે.જયારે 50 જેટલા પક્ષીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.જેમાં કબૂતર,ચકલી, હોલા, કાબર, કોયલ, સમડી સહીત અનેક પક્ષીઓને હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં આવેલ આઇસોલેશન વોર્ડ સાથે મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.ત્યારે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પ લાઈન નંબર 9726622108 પર સંપર્ક કરવા જાણવાયું છે.
હવામાન વિભાગની આગાહી: હજુ 23મે સુધી હીટવેવ રહેશે
હવામાન વિભાગના અનુમાન મુજબ તા.19 થી 23મે દરમિયાન મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારે જૂનાગઢ આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા શહેરીજનોને હીટવેવથી બચવા માટે જરૂરી કાળજી લેવા માટે અપીલ કરી છે.હીટવેવ અને લૂ થી રક્ષણ મેળવવા માટે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ. જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા, તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો, ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો.બહાર જતી વખતે છત્રી,ટોપી, કે સ્કાર્ફ સાથે રાખવું, લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં, કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો અને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું અને લૂ લાગવાના લક્ષણો જોવા મળે તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો.