ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
મુંબઈના અંધેરી વિસ્તારમાં બુધવારે સવારે 14 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગમાં 2 વૃદ્ધ સહિત 3 લોકોના મોત થયા હતા.
પોલીસે જણાવ્યું કે અંધેરી વિસ્તારમાં લોખંડવાલા કોમ્પ્લેક્સના રિયા પેલેસ બિલ્ડિંગના 10મા માળે સવારે લગભગ 8 વાગ્યે આગ લાગી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
- Advertisement -
એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ફ્લેટમાં રહેતા બે વૃદ્ધો અને તેમનો નોકર ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેયને ગંભીર હાલતમાં કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને પેલુબેતા (42) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે આગનું કારણ હજુ જાણી શકાયું નથી. તપાસ બાદ જ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.