લીમડી, વઢવાણ અને સુરેન્દ્રનગર ફાયર ટીમના પ્રયત્નો બાદ આગ પર કાબુ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દશેક દિવસથી એક બાદ એક આગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે જેમાં ધ્રાંગધ્રા, જોરાવરનગર બાદ પાટડી ખાતે એક જ દિવસમાં બે સ્થળો પર આગ લાગી હતી જે બાદ મંગળવારે લીંબડી ધંધુકા હાઈવે પર આવેલા મંગલ દિપ જીનમાં આગનો બનાવ સામે આવ્યો હતો જીન કમ્પાઉન્ડમાં સામાન્ય આગ જોતજોતામાં વિકરાળ બની હતી અને તાત્કાલિક લીંબડી, વઢવાણ તથા સુરેન્દ્રનગરના ફાયર ફાયર મંગાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે કલાકોની જહેમત બાદ અંતે આગ પર તો કાબુ મેળવી લેવાયો હતો પરંતુ જીનમાં મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું.



