શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે તાલીમ થકી સજ્જતા કેળવતા કર્મચારીઓ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, સૂત્રાપાડા સહિત તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી, 108/112 ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયાં હતાં. શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે વેરાવળ નગરપાલિકાના 350, કોડીનાર નગરપાલિકાના 110, સૂત્રાપાડા નગરપાલિકાના 70, તાલાલા નગરપાલિકાના 90 તથા ઉના નગરપાલિકાના 150 આમ પાંચ નગરપાલિકાઓના કુલ 770 કર્મચારીઓ/અધિકારીઓ માટે 10 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર દરમિયાન ફાયર, 108/112 ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.



