હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે માહિતી અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા અલગ અલગ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી. તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો અને ગઘઈ ધરાવે છે કે કેમ તે અંગે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી દુર્ઘટનાના પગલે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે.
- Advertisement -
ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (1) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, (2) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (3) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (4) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (5) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (6) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, 150 ફુટ રીંગ રોડ (7) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (8) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.