ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનના કોચ સી-14 માં આગ લાગી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કોચ બેઠેલા તમામ 36 મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.
VIDEO | A fire broke out in a coach of Vande Bharat Express going from Bhopal to Delhi's Hazrat Nizamuddin Terminal at Kurwai Kethora railway station in Madhya Pradesh earlier today. No injury was reported in the incident.
- Advertisement -
(Source: Third Party) pic.twitter.com/m1Nj0mHJ46
— Press Trust of India (@PTI_News) July 17, 2023
- Advertisement -
ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ. ટ્રેનના કોચ સી-14 કોચમાં બેઠેલા તમામ 36 મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.
વાત એમ છે કે આજે એટલે કે સોમવાર સવારે, કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની C14 બોગીમાં બેટરીમાં આગ ફાટી નીકળી હતી. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેન સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે.
Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. The fire brigade reached the site and extinguished the fire: Indian Railways
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી બેટરી બોક્સમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે કોચમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.