સબનસીબે કોઇ જાનહાનિ ન થઇ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી શહેરના કેરીયા રોડ પર આવેલ જેટકો ઓફિસની બાજુમાં રહેણાંક ઝુપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના બની હતી. ઝુપડપટ્ટીમાં આગ લાગતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જે બાદ ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાં માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ભારે જહેમત બાદ ઝુપડપટ્ટીમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. અને આગમાં ઝુંપડા બળીને ખાખ થયા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આગ લાગતા ઝુપડપટ્ટીમાં લોકોને ભારે નુકસાન થવા પામ્યું હતું.