ગીર સોમનાથ ફાયર ઇમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા સિંધાજ ક્ધયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી મળી રહે તે માટે ફાયર અવેરનેસ ટ્રેનીંગ તેમજ લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયરમેન વિક્રમભાઈ ખટાણા અને ડી.સી.ઓ હરદાસભાઈ ખેરે સિંધાજ ક્ધયા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને ફાયરને લગતી નાનામાં નાની બાબતોની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ફાયરના મહત્વના સાધનોને આફતના સમયે કઈ રીતે સ્થળ પર જ ત્વરાથી ઉપયોગ કરી શકાય તેમજ આ તમામ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવામા આવતી તકેદારી વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.આ તકે પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિંધાજ ખાતે ફાયર ઇમરજન્સી સર્વિસીસ વેરાવળ દ્વારા યોજાઈ ફાયર અવેરનેસ ટ્રેનિંગ

Follow US
Find US on Social Medias