ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પેડક રોડ પર આવેલા કારખાનામાં આજરોજ ભીષણ આગ લાગી હતી. ઉપલાકાંઠા વિસ્તારમાં ચાંદીના કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગતાંની સાથે લોકો જીવ બચાવવા જીવના જોખમે બિલ્ડિંગથી નીચે ઉતરવા લાગ્યા હતા.
- Advertisement -
જો કે ચાંદીના કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા.