વેરાવળ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે કોળી સમાજે આપ્યું આવેદન: ધારાસભ્ય સહિત 40 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ પ્રભાસ પાટણ ખાતે થોડા દિવસ પહેલા પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..જેનો વિરોધ કરવા પહોંચેલા કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક લોકો ની અટકાયત કરવામાં આવી હતી અને ધારાસભ્ય સહિત 40 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
વિમલ ચુડાસમા સામે રાયોટિંગ, હુમલો અને ફરજ રુકાવટ ની ફરિયાદ વેરાવળ મામલતદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી..
આ સમગ્ર મામલે હવે પડઘા કોળી સમાજ માં પડ્યા છે. આજે વેરાવળ કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં કોળી આગેવાનો અને યુવાનો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી કે વિમલ ચુડાસમાને બદનામ કરવામાં આવી રહ્યા છે. ફરિયાદ પાછી ખેંચવા અને જવાબદાર અધિકારી અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોળી સમાજે માંગ કરી છે.