ફણીધર એગ્રો કંપની જે ખેડૂતો પાસેથી ખેત પેદાશો લઈ મેગા ફૂડ પાર્કની ઈન્ડસ્ટ્રીઝને પુરુ પાડે છે
રાજકોટના શીતલબેન બૂચે તેના પતિ સાથે થયેલી 4.04 લાખની છેતરપિંડી અંગે એ ડિવિઝનમાં ફરિયાદ કરી
- Advertisement -
મહેસાણાના જોટાણાના મુંદપરા ગામે આવેલી ફનિધર એગ્રોએ સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે ભદન્ત બૂચને નિમ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જગતના તાત ગણાતા ખેડૂતોની ઉન્નતિ અને તેના ફાયદાની વાતો કરતી મહેસાણાની ફણીધર ફૂડ પ્રોસેસિંગ વિરુદ્ધ રાજકોટમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં રહેતા ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર ભદન્ત બૂચના પત્ની શીતલબેન બૂચે મહેસાણાના જોટાણા તાલુકાના મુંદરડા ગામે આવેલી ફણીધર મેગા ફૂડ પાર્કના હેડ બિઝનેશ ડેવલોપમેન્ટ ઓફીસર અશફાક પાદરીયા અને જીનલ શાહ વિરુદ્ધ 4.04 લાખની છેતરપિંડી આચર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. તા. 3-6-2019થી લઈને 1-7-2021 દરમિયાન કિસાન ઉન્નતિ પ્રોજેક્ટ હેઠલ જિલ્લા, તાલુકાની ફ્રેન્ચાઈઝી ડિપોઝીટના નામે પૈસા લઈ લીધા પરંતુ તેની રીસીપ્ટો કે, એગ્રીમેન્ટ કરતા છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભદન્ત બૂચ અને તેના પત્ની શીતલબેન બૂચે ખાસ ખબર કાર્યાલયે આવી સમગ્ર હકીકત વર્ણવી હતી.
મળતી માહિતી મુજબ ફનીધર મેગા ફૂડ પાર્કનો સૌરાષ્ટ્ર કચ્છનો કોન્ટ્રાક્ટ રાજકોટના ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર ભદન્ત બૂચને મળ્યો હતો. વર્ષ 2019માં મહેસાણા તાલુકાના જોટાણા તાલુકાના મુંદપરા ગામે મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ પ્રોસેસિંગ અંતર્ગત મંજૂર
ભદન્ત બૂચે કંપની સાથે જોડાવવા 459 ખેડૂતોનું રજિસ્ટ્રેશન કર્યું, કંપનીને કુલ 4.04 લાખ આપ્યા પરંતુ ત્યારબાદ કોઈ એગ્રીમેન્ટ કે, કોઈ રસીદ ન આપી જ્યારે પૈસા પરત પણ ન આપ્યા
- Advertisement -
ફનીધર મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવ્યો હતો. જેનું કામ ખેડૂતો પાસેથી સીધી રીતે રો મટીરીયલ લઈ પાર્કમાં બનેલી અલગ અલગ ફૂડ કંપનીમાં સપ્લાય કરવાનો હતો. જેની જાહેરાત થયા બાદ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઓથોરાઈઝ વ્યક્તિ નિમવાના હતા. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રતિનિધિ તરીકે શિવંશ સર્વિસીસ નામની પેઢી ધરાવતા ભદન્ત બૂચને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ દિન સુધી ફણીધર એગ્રોએ કોઈ એગ્રીમેન્ટ નથી કર્યુ. ન તો 4 લાખ 4 હજાર ભર્યા તેની કોઈ રસીદ આપી. જ્યારે આ સ્કીમ શરૂ થઈ ત્યારે 2019માં રાજકોટમાં અરવિંદ મણિયાર હોલમાં કિશાન ઉન્નતી કાર્ડનો કાર્યક્રમ પણ યોજાયો હતો. રાજકોટના ઓથોરાઈઝ્ડ પ્રતિનિધિ તરીકે ભદન્ત બૂચની નિમણૂંક કરાઈ હતી. ત્યારબાદ ભદન્ત બૂચે આ સ્કીમ હેઠળ 459 જેટલા ખેડૂતોને સીધી રીતે જોડી 2.75 લાખ જેટલી રકમ ઉઘરાવી લીધી હતી. જ્યારે ખેડૂતો પાસેથી રજિસ્ટ્રેશનના 600 રૂપિયા પણ લઈ લીધા હતા. આમ ભદન્ત બૂચે સૌરાષ્ટ્રમાંથી જિલ્લા અને તાલુકાની ફ્રેન્ચાઈઝી પેટે 1.51 લાખ ઉઘરાવી ફણીધર એગ્રોને પહોંચાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ કોઈ જવાબ ન આપતા કે, એગ્રીમેન્ટ ન થતા કે, ખેડૂતો પાસેથી બે વર્ષમાં ખરીદી ન થતા છેતરપીંડી આચરાયાનું માલૂમ પડતા એ ડિવિઝનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફણીધર એગ્રોટેકે આચરેલી છેતરપીંડી
– ખેડૂતોની ખેતપેદાશો સીધા તેમને ખેતરેથી ખરીદી કરવાની હતી, 3 વર્ષ થયા છતા પણ ન થઈ
– રજિસ્ટર ખેડૂતનો પે ટીમની સુવિધા સાથે 2500 જેટલી વોલેટ બેલેન્સ આપવાની હતી જે નથી આપી
– ખેડૂતો પાસેથી ઓર્ગેનિક મગફળી ખરીદવાનું કહી સેમ્પલ મંગાવ્યું પરંતુ ખરીદી ન કરી
– અરવિંદ મણિયાર હોલ ખાતે 111 કીટનું કિશાન ઉન્નતિ હેઠળ વિતરણ કર્યું પરંતુ કોઈ ખર્ચ ન આપ્યો
– ખેડૂતો માટેના ખેતી વિષયક તાલીમ પ્રોગ્રામો પણ આજ દિન સુધી નથી યોજાયા
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને એ ડિવિઝનના PI ભૂકણની સરાહનીય કામગીરી
ભદન્ત બૂચે ફણીધર મેગા ફૂડ પાર્કના હેડ બિઝનેશ ડેવલોપમેન્ટ ઓફીસર અશફાક પાદરીયા અને માર્કેટિંગ મેનેજર જિનલ શાહ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ અરજી 10 મહિના સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરતી રહી. એરીયા નક્કી ન થતા એ ડિવિઝનમાંથી, જાગનાથ ચોકી ત્યાંથી એ ડિવિઝન ફરી ત્યાંથી પ્રદ્યુમન નગર આવી રીતે 10 મહિના થયા. ન્યાય માટે બૂચ દંપતી પોલીસ સ્ટેશનમાં ફરતા રહ્યા. જ્યારે પોલીસ કમિશનરને રજૂઆત કરી ત્યારે તાત્કાલિક રાજુ ભાર્ગવે એ ડિવિઝનના પી.આઈ. કે.એન. ભૂકણને એફઆઈઆર દાખલ કરવા કહ્યુ. આમ ફનિધરના અસફાક અને જિનલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
ફણીધર મેગા ફૂડ પાર્કનો શું છે પ્રોજેક્ટ….?
ફણીધર મેગા ફૂડ પાર્કની જો વાત કરવામાં આવે તો આ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુંદરડા ગામે 67 એકરમાં બનેલો એક પ્રોજેક્ટ છે જેમાં 50થી 55 જાતની અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેનો હેતુ ખેડૂતોને ફૂડ પાર્ક સાથે લાઈફટાઈમ માટે ખેડૂતો પાસેથી તેમના પાકની ખેતરમાંથી સીધી ખરીદી કરી ફૂડ પાર્કમાં વેચાણ કરવાનો હતો. આમ કિસાન ઉન્નતિ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં આ મેગા ફૂડ પાર્ક સાથે જોડાવવા માટે એક પ્રતિનિધિની નિમણૂંક કરે છે. જે પ્રતિનિધિ અલગ અલગ ગામડાઓમાં જઈ કિસાન ઉન્નતિ યોજનાની જાણકારી આપી ફનિધરમાં ખેડૂતો રો મટીરીયલ પુરૂ પાડવા માટે તૈયાર કરે.