એસ્કોટના એક ટ્રેકટર ડીલરે કરેલી આત્મહત્યા પાછળ નંદા અને તેમની કંપનીના અધિકારીઓનું ટોર્ચરીંગ અને દબાણ જવાબદાર હોવાનો આરોપ
બોલીવુડના શહેરના અમિતાભ બચ્ચનના જમાઇ નિખીલ નંદા મુશ્કેલીમાં ફસાયા છે તેમની સામે એક ટ્રેકટર ડીલરને આત્મહત્યા માટે ફરજ પડે તેવી પરિસ્થિતિ પેદા કરવા તેમજ ફ્રોડ સહિતના આરોપોમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને પોલીસ તેની ધરપકડ કરે તેવી શકયતા છે. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા બચ્ચનના પતિ નિખીલ નંદા કે જેઓ દેશના જાણીતા એસ્કોર્ટ ગ્રુપના અગ્રણી છે અને એસ્કોર્ટ કુબોટા લીમીટેડના સીઇઓ છે.
- Advertisement -
તેની સામે ઉતરપ્રદેશના શાહજહાપુરમાં ફરિયાદ નોંધાઇ છે અને તેની સાથે કંપનીના આઠ અધિકારીઓને પણ આરોપી દર્શાવાયા છે. ગેનેન્દ્રસિંહ નામના એક વ્યકિતએ દાતાગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના સ્વર્ગસ્થ ભાઇ જીતેન્દ્રસિંહ જે એસ્કોર્ટ ટ્રેકટરની ડિલરશીપ ધરાવતા હતા તેમના પર કંપનીના એરીયા મેનેજર, સેલ્સ મેનેજર તેમજ ફાયનાશ્યિલ કલેકશન ઓફિસર અને નિખીલ નંદા સહિત તમામે વેચાણ વધારવા માટે જબરૂ દબાણ કર્યુ હતું અને તેમને સતત ટોર્ચર કરતા હતા
તેમજ તેમની એજન્સી રદ કરવા અને તેમની મિલ્કત કે જે એજન્સી લેવા માટે ગીરવે મુકી હતી તેની લીલામી કરવાની સતત ધમકી આપતા હતા અને તેના કારણે તેના ભાઇ તનાવમાં આવી ગયા અને રર નવેમ્બર ર0ર4ના તેને આત્મહત્યા કરી આ અંગે ફરિયાદ નોંધાયા છતાં નિખીલ નંદાની વગના કારણે પોલીસે કોઇ પગલા લીધા ન હતા અંતે તેમને અહીંની અદાલતમાં અરજી આપતા જ પોલીસે તુર્ત જ ફરિયાદ નોંધી હતી. તમામને આરોપી બનાવાયા છે.