કેન્દ્ર સરકારે સેબી ચીફ માધવી પુરી બુચને હિંડનબર્ગ આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યાં છે.
શેરબજારનું નિયમન કરતી એજન્સી સેબીના વડા માધવી પુરી બુચને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે તેમને હિંડનબર્ગ રિપોર્ટમાં ‘દૂધે ધોયેલા’ ગણાવ્યાં છે. સરકારને હિંડનબર્ગ આરોપોની તપાસમાં માધવી સામે કોઈ પુરાવો મળ્યો નથી તેથી તેમને નિર્દોષ જાહેર કરાયા છે. હિંડનબર્ગના રિપોર્ટ અને કોંગ્રેસના દબાણને કારણે સરકારે માધવી પુરી બુચ સામે તપાસ શરુ કરાવી હતી પરંતુ હવે તેમની સામે કોઈ પુરાવો મળ્યો નથી.
- Advertisement -
માધવી પુરી બુચ પર શું હતા આરોપ
થોડા સમય પહેલા અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે તેના લેટેસ્ટ રિપોર્ટમાં સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણીની કંપનીમાં બર્મુડા અને મોરેશિયસમાં અઘોષિત રોકાણ કર્યું હતું. હિંડનબર્ગે આરોપ હતો કે આ એ જ ફંડ્સ છે જેનો ઉપયોગ વિનોદ અદાણી દ્વારા કથિત રીતે નાણાંની ઉચાપત કરવા અને ગ્રુપ કંપનીઓના શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો. વિનોદ અદાણી અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે.
સેબીના અધ્યક્ષે જવાબ આપ્યો
- Advertisement -
આરોપોના જવાબમાં, માધબી પુરી બૂચ અને તેના પતિ, ધવલ બૂચે જણાવ્યું હતું કે હિંડનબર્ગના દાવાઓ પાયાવિહોણા અને યોગ્યતા વિનાના છે. તેમના નાણાકીય રેકોર્ડ્સ પારદર્શક હતા અને આરોપોને ચારિત્ર્ય હત્યાના પ્રયાસ તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે અમે સેબીમાં જોડાયા તેના બે વર્ષ પહેલા જણાવેલી કંપનીમાં રોકાણ કર્યું હતું તેથી કોઈ હિત ટકરાવનો મુદ્દો બનતો જ નથી.