- મેષ- આજે મિશ્ર પરિણામ આપનાર દિવસ રહેશે. અચાનક સફર પર જવું પડી શકે છે. ઓફિસના કામકાજમાં દબાવ આવી શકે છે, થાક અને સુસ્તી પણ જણાશે.
- વૃષભ – આજે મનને કેન્દ્રિત રાખવાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. કામ કરવાની તમારી ક્ષમતાના કારણે બોસ તમારી પ્રશંસા કરશે. ટીમમાં નેતૃત્વ કરવાની તક પણ મળી શકે છે.
- મિથુન- આજે તમારા કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન વલણ બતાવો, ધ્યાનમાં રાખો કે કાર્યસ્થળ પરના બધા વરિષ્ઠ અધિકારીઓ તમારું કાર્ય જોઈ રહ્યા છે. ઓફિસમાં નિયમો અને કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવું પડશે.
- કર્ક – આજે તમારું મેનેજમેન્ટ સારું બનાવવા માટે તમારે તમારી જાતને ફ્લેક્સીબલ રાખવી પડશે. યુવાનોએ પણ તેમના સ્પર્ધકો પર નજર રાખવી જોઈએ.
- સિંહ – આજે વસ્તુઓને અસરકારક રીતે કામ કરવાનું રાખશો તો જ તમને સફળતા મળશે. ઓફિસમાં આપની કામગીરી વરિષ્ઠ અધિકારીઓને આકર્ષિત કરશે. પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવામાં તમને આનંદ થશે.
- કન્યા- આજે પૂર્ણ નિશ્ચય કરી અને પડકારોનો સામનો કરો. હાલની પરિસ્થિતિઓને જોતા જરૂરી છે કે કાર્યસ્થળ પર બોસ સાથે વિવાદમાં પડવાનું ટાળો. પરિવારમાં દરેકનો સહયોગ મળશે.
- તુલા – આજે નફો મેળવવા માટે ખોટો માર્ગ પસંદ ન કરો. વિરોધીઓ તમને ભડકાવીને વિવાદની પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરશે, આવી પરિસ્થિતને ઊભી થવા દેવાનું ટાળો.
- વૃશ્ચિક – આજે કોઈ પણ સ્પર્ધા વિના તમારે ફક્ત તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો પ્રયત્નો ઘટી રહ્યા છે તો આળસ ન કરો. તમારે સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
- ધન – આજે પરીજનો અને મિત્રોનો સંપર્ક કરવો જોઇએ. જો તમે બધાના સંપર્કમાં રહેશો તો તે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તમારા કામ પ્રત્યે જાગૃત રહેવું જરૂરી. વેપારી વર્ગને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
- મકર – વધુ ને વધુ સંપર્કો વિકસિત કરવાથી ધંધો દિવસ-રાત ચાર ગણો વધશે. સમયાંતરે તમારી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરતા રહો. પડવા વાગવાથી હાથ અને પગની ઈજા ન થાય તે વાતનું ધ્યાન રાખો.
- કુંભ – જો તમે મશીન સંબંધિત કોઈ કામ કરો છો તો વધારે જાગૃત રહેવાની જરૂર છે. હાથમાં ઈજા થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર, ટીવી લેપટોપ, મોબાઇલ એસેસરીઝનો ધંધો કરો છો તો કિંમતી ચીજો પર નજર રાખવી.
- મીન – આર્થિક અને સામાજિક લાભ મેળવવા માટે વ્યક્તિએ તેની પ્રવૃત્તિ પ્રત્યેની જાગૃતિ અને યોગ્યતા બતાવવી પડે છે. આજે વિરોધીઓ તમારો દોષ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે