સૌથી વધુ લોધીકા તાલુકામાં ૧૯૮ મી.મી. જ્યારે સૌથી ઓછો વરસાદ જેતપુર તાલુકામાં ૧૨ મી.મી.
રાજકોટ – રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬-૦૦ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકા મથકે નોંધાયેલ વરસાદની તાલુકાવાર વિગતો જોઈએ તો ઉપલેટા તાલુકામાં ૭૨ મી.મી., કોટડા સાંગાણીમા ૯૫, ગોંડલ ૪૬, જેતપુર ૧૨, જસદણ ૧૪, જામકંડોરણા ૩૯, ધોરાજી ૯૩, પડધરી ૨૨, રાજકોટ ૧૦૮, લોધીકા ૧૯૮, અને વિંછીયા તાલુકામાં ૨૨ મી. મી. એ મુજબ વરસાદ નોંધાયો હોવાનું ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.