ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલિતાણાના તળાજા રોડ ભીલવાસ નજીક ડમ્પર સાથે અથડાતા થોરાળી ગામના ત્રણ યુવકોના મૃત્યુ થયા હતા જેને લઈને સમગ્ર પાલીતાણા પંથકમાં આઘાત જોવા મળ્યો હતો એક જ પરિવારના ત્રણ યુવકોના મોત નીપજતા ગામમાં પણ ભારે શોક જોવા મળ્યો હતો ત્યારે તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય એવા ચેતનભાઇ ડાભી અને જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ કપિલભાઈ લાઠીયા દ્વારા થોરાળી ગામે પરિવારની મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને યુવકોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરી હતી જેમાં ત્રણેય યુવકોના પરિવારને 25000 લેખે ટોટલ 75 હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી અને તેના દુ:ખની ઘડીમાં બંને આગેવાનો ઊભા રહ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.