વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રણેય પક્ષોની જીતની દાવેદારી
ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર કરશે
વિસાવદર ચૂંટણીનું 19 જૂને મતદાન, 23 જૂને પરિણામ જાહેર થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઇ ચુકી છે જેમાં આગામી તા.19મી જૂનના રોજ મતદાન યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ કડી વિધાનસભા બેઠક તથા જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે તા.26 મે, 2025ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.19 જૂન, 2025 ના રોજ મતદાન તથા તા.23 જૂન, 2025ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વિસાવદર વિધાનસભા ચૂંટણી બેઠક છેલ્લા એક વર્ષથી ખાલી પડી હતી હવે જયારે ચૂંટણી પંચે વિસાવદર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે ત્યારે અંતે વિસાવદર પેટા ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે અને ત્રણેય પક્ષના મુરતિયાઓ મેદાનમાં ઉતરાશે જોકે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જીતની દાવેદારી કરી રહ્યા છે એવામાં હજુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
અંતે આગામી 19 જૂને વિસાવદર ભેંસાણ 87ની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ.ગત ટર્મમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ હષેદ રીબડીયા ભાજપના તથા કરસન વાડદોરીયા કોંગ્રેસના ઉમેદવારને હરાવી આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. પણ ત્યારબાદ ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા અને હષેદ રીબડીયાની કોટે પીટીશનને કારણે સીટ ખાલી હતી. હાલમા ત્રણેય પક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આપના ઉમેદવાર તરીકે યુવા નેતા ગોપાલ ઈટાલીયા અત્યારે તનતોડ મહેનત કરી લોકોની વચ્ચે જોરદાર પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને રીઝવી રહ્યા છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હજુ સતાવાર જાહેરાત નથી થઈ પૂર્વ જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ સાથે પૂર્વ ધારાસભ્ય હષેદ રીબડીયાના નામો ચર્ચોમાં છે. જયારે કોંગ્રેસની રણનીતિ હજુ પૂવે તૈયારી રૂપે સક્રિય રીતે ચૂંટણી મેદાનમાં પરેશ ધાનાણી જેવા કોંગ્રેસના કદાવર નેતાની સાથે મળીને મીટીંગનો દોર ચાલુ થયો છે. જયારે ગુજરાત મુખ્યમંત્રી પણ આ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ માટે વિસાવદરનો આંટો ફેરો કરી ગયા છે. તો આમ આદમી પાર્ટીના સંમેલન યોજી બંને પક્ષોની ઉંઘ હરામ કરી નાખી છે. ગોપાલ ઈટાલીયાનો જાદુ ચાલશે કે પછી કમળ ખીલશે કે પછી કોંગ્રેસના હાથને જનતા સાથ આપશે તે સમય જ નક્કી કરશે પણ હાલ તો ક્યાં મુદા પર ચૂંટણી લડશે તે જોવાનું રહ્યું છે. ઈકો ઝોન મુદો, આતંક સામે લડાઈ કે પછી વિકાસથી વંચિત વિસાવદરની અનેક સમસ્યાઓ લોકોને નજરે ચડે છે. વિસાવદરના મતદારો આ વખતે શું કરશે એ સૌથી મોટો સવાલ છે. સતાપાર્ટી વિરુદ્ધ જશે કે સત્તાપક્ષ ના શરણં મમ ગચ્છામિ કરશે એતો તા.23મી જુનના રોજ ચૂંટણી પરિણામ બતાવશે કે, વિસાવદરના મતદારોનો મિજાજ કોના તરફે રહ્યો.