છતે પાણીએ જૂનાગઢના 9 વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ શહેરમાં મુખ્યત્વે પાણી વિતરણ આણંદપુર ડેમમાંથી કરવામાં આવે છે. ફિલ્ટરના અભાવે ડહોળુ પાણી વિતરીત થાય છે. તેમાં પણ ઓજી વિસ્તારમાં છેલ્લા દોઢ સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ થયુ છે. હાલ પડેલા વરસાદથી ડેમ ઓવરફલો થઇ રહ્યો છે અને નવુ પાણી માટીવાળુ આવે છે. વિપક્ષી નેતાની ફરિયાદ બાદ મહાપાલિકાએ પાણી ચોખ્ખુ કરવા કામગીરી આદરી છે. અણઘડ આયોજના કારણે 15 પૈકી 9 વોર્ડમાં પાણી વિતરણને અસર થશે અને પોણા ભાગના વિસ્તારમાં છતે પાણીએ પાણીની બુમરાણ ઉઠાશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આણંદપુર ડેમમાંથી દૈનિક અંદાજિત બાર એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. ઝાંઝરડા રોડ, જોશીપરા સહિતના ઓજી વિસ્તારમાં સરદારબાગમાં આવેલા પાણીના સંપમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ હોળા પાણીના કારણે ઓજી વિસ્તારમાં દોઢ સપ્તાહથી પાણી વિતરણ બંધ છે. જેથી હજારો લોકોને પાણીની મુશ્કેલી પડી રહી છે. ગંદુ પાણી પીવાથી રોગચાળાની શક્યતા રહેલી છે અને ફિલ્ટરના બદલે કેમિકલ નાખી પાણી ચોખ્ખું કરાતું હોવાના આક્ષેપ કરાયા હતા તેથી મહાનગરપાલિકા તંત્રમાં દોડધામ થઈ છે.
તાજેતરમાં ધોધમાર વરસાદના કારણે આણંદપુર ડેમ ઓવરફૂલો થયો છે. આણંદપુર ડેમની પાણીની કુલ ક્ષમતા 97.46 એમ.સી.એફ.ટી. છે. પાણીમાં માટી અને પૂળ-રેતીનું પ્રમાણ વધુ હોવાથી વોટર વર્કસ શાખાએ પાણીને ચોખ્ખું કરવાની કામગીરી શરૂ કરી છે. જેથી વોર્ડ નં.4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12ના વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાશે. શહેરમાં છતે પાણીએ એકાતરા પાણી વિતરણ થઈ રહ્યું છે.
- Advertisement -
જોષીપરા ઝાંઝરડા રોડ વિસ્તારમાં તો પહેલેથી જ પાણી વિતરણ બંધ થયું છે ત્યાં હવે પાણી ફિલ્ટરેશન કરવાના દાવા વચ્ચે. છ વોર્ડમાં નિયમિત પાણી વિતરણ થશે નહીં. આણંદપુર ડેમમાંથી વિતરણ થયેલ પાણી ચોખ્ખું કરવા સમય લાગશે. જેથી પાણી વિતરણ ખોરવાશે.
શહેરમાં નર્મદાની પાણીની લાઈન નાખતી વખતે પાઇપલાઇનમાં ભંગાણથી ઓછા ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
તંત્રની અણધડ કામગીરીના કારણે ઉનાળાનામાં લોકોમાં પાણીની બુમરાણ ઊઠે તેવી શક્યતા સેવાઈ રહી છે.