જૂનાગઢ સમસ્ત વાલ્મીક સમાજ દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે ન્યાયીક માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે વાલ્મીકી સમાજ ઉપર થતાં અત્યાચારો અટકાવવા અને જડપથી ન્યાય આપવા બાબતે જોષીપરા આદિત્યનગર વાલ્મીક વિસ્તારમાં રહેતાં અરવિંદભાઈ દેવજીભાઈ ચુડાસમાના 17 વર્ષના પુત્ર મન્નત ઉપર તા.03-02-2023 ના રોજ ધાતકી તિક્ષણ હથિયારથી ગંભીર રીતે હુમલો કરવામાં આવેલ આ જીવલેણ હુમલાથી ઘવાયેલા મન્નતનું તા.07-02-2023 ના રોજ સારવાર દરમ્યાન દુ:ખદ અવસાન થતાં સમગ્ર વાલ્મીકી સમાજમાં દુ:ખ અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અને હત્યારા વિરૂધ્ધ રોષ ફેલાતા હત્યાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે કલેકટર પાસે સમસ્ત વાલ્મીક સમાજે વિનમ્ર અરજ છે કે નિર્લજ હત્યાનાં આરોપી સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એજ સાચો ન્યાય રહેશે. વાલ્મીકી સમાજે એવી પણ માંગણી કરી હતીકે વાલ્મીક સમાજના સફાઈ કામદારો લોકોની સુખાકારી માટે પોતાના આરોગ્યની પરવા કર્યા વિના કામગીરી કરે છે. તો સફાઈ કામદાર વાલ્મીક સમાજની સુરક્ષા માટે બિનજામીનપાત્ર કાયદો બનાવીને સુરક્ષા આપવામાં આવે. તે વાલ્મીક સમાજનાં સફાઈ કામદારના હિતમાં રહેશે.
જૂનાગઢ વાલ્મિકી સમાજના યુવકના મોત મામલે આવેદન પત્ર આપ્યું

Follow US
Find US on Social Medias