ઝાંઝરડા રોડ પર અક્ષર સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં સેફટી ન હોવાને લીધે બન્યો બનાવ ?
પ્રૌઢ મજૂરના મૃત્યુને એક સપ્તાહ વીત્યું પણ હજુ કોઈ નક્કર કાર્યવાહી
શા માટે નહીં?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ શહેરમાં વોકળા કાંઠે થયેલા ગેરકાયદે બાંધકામ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન છે અને તેની સાથે રસ્તા દબાણ કરીને બિલ્ડીંગો ખડકી દેવાના પણ અનેક બિલ્ડીંગો જોવા મળતા શહેરના અનેક જાગૃત નાગરિકો દ્વારા પોલીસ ફરિયાદથી લઈને હાઇકોર્ટ સુધીના દ્વાર ખખડાવ્યા છે.અને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી છે.ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાના જવબદાર અધિકરીઓ માત્ર નોટીશ આપીને સંતોષ માની લેનાર સામે પગલાં ક્યારે ભરાશે તેવા અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે તેમાં વધુ એક ઘટના ઝાંઝરડા રોડ પર બની રહેલ અક્ષર સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટ ઉપરથી એક પ્રૌઢ મજુરનું મૃત્યુ નિપજતા ફરી મહાનગર પાલિકાના ટીપીઓ અને બાંધકામ શાખા સાથે બિલ્ડરની જવાબદારી સામે સવાલો ઉભા થયા છે જેમાં બાર ગુજરાત કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશ કામદારે ખાસ ખબરને જણાવ્યું હતું કે, જે બિલ્ડીંગ 16 મીટરની ઉંચાઈની કામગીરી થતી હોઈ ત્યાં સેફટી નેટ સહીતની સુવિધા હોવી જરૂરી છે.
- Advertisement -
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર બની રહેલા અક્ષર સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં પાણી છાંટતા નીચે પટકાયેલા પ્રૌઢ મજુરનું મૃત્યુ થયુ હોવાની ઘટનાને એક સપ્તાહ વીતી ગયુ છે આમ છતા આ મામલામાં પ્રશાસન દ્વારા હજુ કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ ઘટનામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર, બાંધકામ શાખા અને બિલ્ડર સામે બેદરકારીનો ગુનો નોંધાઇ શકે એમ કાયાદાના નિષ્ણાંતોઅ ેજણાવ્યુ હતુ કે, લેબર ફેફટી એન્ડ રેગ્યુલેશન હેઠળ 16 મીટરથી વધુ બાંધકમમાં સેફટી નેટ બાંધવાનું ફરજીયાત છે આ ઘટનાની બની ત્યારે એસટીપીઓ ગામીતે પણ સ્વીકાર્યુ હતુ કે, મજુરોની સેફટીને પ્રાયોરીટી આપવા માટે નેટ બાંધવી જ જોઇએ.
ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશ કામદારે જણાવ્યુ હતુ કે, નિયમ મુજબ 16 મીટરથી વધુ બાંધકામમાં જાળી બાંધવાની હોય છે અને પછીતેનું સુપરવિઝન મહાનગરપાલિકાએ જ રાખવાનું હોય છે.
મજુરોની સલામતી માટેના તમામ પગલા લેવાયા છે કે કેમ ? એનું ઘ્યાન મહાનગરપાલિકાએ એટલા માટે રાખવાનું હોય છે કે, એ તે સુપરવિઝનના પૈસા પણ લે છે. આ ઘટનામાં બિલ્ડરની સાથો સાથ ટાઉન પ્લાનિંગ અને બાંધકામ શાખાની પણ બેદરકારી ગણાય એટલે એમની સામે પણ ગુનો દાખલ થવો જોઇએ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં જે બેદરકારી હતી એવી જ બેદરકારી આ ઘટનામાં પણ સ્પષ્ટપણે દેખાઇ આવે છે. ઉલ્લેખનીય છે કે, ઝાંઝરડા રોડ ઉપરનવા બની રહેલા અક્ષર સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં ગત તા.11 ઓકટોબરના રોજ પાણી છાંટી રહેલા ભરતભાઇ મોહનભાઇ દેલવાડીયા નામના પ્રૌઢ મજુર ઉપરથી પટકાતા મોત નિપજ્યુ હતુ. આ ઘટનામાં પોલીસે તપાસનું ગાણુ ગાયુ હતુ જો કે આખા સપ્તાહ દરમિયાન તેની તપાસમાં કોઇ જ નોંધપાત્ર પ્રગતિ થઇ નથી.
અક્ષર સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં સેફટી નેટ બાંધેલી ન હોવાથી પાણી છાંટતા પટકાયેલા પ્રૌઢ મજુરનું મૃત્યુ થયુ હોવાની ઘટનામાંથી પણ બિલ્ડરો કાંઇ શીખ્યા નથી. કારણ કે, એ ઘટનાના સાત દિવસ વીતી જવા છતા પણ હજુ આ બિલ્ડીંગમાં સેફટી નેટ બાંધવાની દરકાર લેવાઇ નથી. પોલીસ અને પ્રશાસન પણ આ બેદરકારીના પુનરાવર્તનને લાચાર નજરે નિરખી રહ્યા છે.
- Advertisement -
અક્ષર સ્વર્ણભૂમિ બિલ્ડિંગમાં હજુ સેફટી નહીં રાખતા મિલકત સીલ કરો: એડવોકેટ
સામાન્ય રીતે જે 16 મિટરથી વધુનું બાંધકામ જે બિલ્ડીંગમાં થઇ રહ્યુ હોય તેના માટે લેબર સેફટી રૂલ્સ છે અને તેમા ગ્રીન નેટ બાંધવી જરૂરી છે ત્યારે અક્ષર સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટ બિલ્ડીંગનું બાંધકામમાં જે મજુરનું મૃત્યુ નિપજ્યુ તેમાં બાંધકામ સેફટી ન હોવાને લીધે મોત થયુ તેના જવાબદાર કોણ ? હાલ નિયમ પ્રમાણે બાંધકામ મંજૂરી સુપરવીઝનના રૂપીયા આપવામાં આવે છે ત્યારે આ બિલ્ડીંગના બાંધકામનું સુરપ વીઝન કોણે કર્યુ અને તે પણ એક સવાલ છે હજુ સુધી જે બિલ્ડીંગ નિર્માણ પામી રહ્યુ છે તેમાં હજુ સુધી નેટ લગાવવામાં આવી નથી. ત્યારે પ્રશાસન શું વધુ લોકોના મૃત્યુ થાય તેની રાહ જોવે છે ત્યારે એડવોકેટ મુકેશ કામદારે જણાવ્યુ હતુ કે, નિયમો નેવે મુકીને કામ કરનાર આવા બિલ્ડીંગોને સીલ મારવુ જોઇએ.