સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર રીલીઝ થયું છે, જેમાં હૃતિક રોશન, દિપીકા પાદુકોણ અને અનિલ કપૂર જબરદસ્ત સ્ટંટ કરતાં નજર આવી રહ્યા છે.
હૃતિક રોશનની આવનારી ફિલ્મ ‘ફાઇટર’ છેલ્લા ઘણા દિવસોથી લોકો વચ્ચે ચર્ચાની વિષય બની છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને અનિલ કપૂર પણ લીડ રોલમાં હશે. સાથે જ ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલ ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે.
- Advertisement -
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘ફાઇટર’ના ટીઝરમાં હૃતિક, દિપીકા અને અનિલ જબરદસ્ત સ્ટંટ કરતાં નજર આવી રહ્યા છે. ફિલ્મમાં આ એક્ટર એરફોર્સ પાયલટની ભૂમિકામાં નજર આવશે. સાથે જ હૃતિક રોશન અને દિપીકા પાદુકોણ પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે કામ રહ્યા છે અને ટીઝર જોઇને દર્શોને એમની જોડી પસંદ આવી હોય એવું લાગી રહ્યું છે.
‘ફાઇટર’ યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ એરફોર્સની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. સાથે જ ટીઝર જોઇને એટલી ખબર પડી ગઈ છે કે આ VFX થી ભરેલી મનોરંજક ફિલ્મ છે. ‘ફાઇટર’ને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ તરીકે ઓળખવામાં આવી રહી છે, જેમાં હૃતિક અને દીપિકા હવામાં સ્ટંટ કરતા જોવા મળશે.જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 ના રોજ રીલીઝ થશે. આ એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે.
- Advertisement -
હાલ રીલીઝ કરેલ ટીઝરને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ તેના ખૂબ વખાણ કરતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું- ટીઝરમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી અદભૂત છે. મને ખાતરી છે કે આ બંને ફિલ્મમાં ધૂમ મચાવશે. અન્ય યુઝરે લખ્યું – ટીઝર શાનદાર છે, મને હૃતિક અને દીપિકાની કેમેસ્ટ્રી ખૂબ જ ગમી. વધુ એક યુઝરે લખ્યું- ફાઈટર ટીઝર શાનદાર છે એક ફ્રેમમાં ત્રણ ફેવરિટ એક્ટર હૃતિક, દીપિકા અને અનિલ.