ચીનના શિંજિયાંગ ઇયુગર સ્વાયત ક્ષેત્રની રાજધાની ઉરૂમકીમાં એક 21 માળની આવાસ બિલ્ડીંગમાં આગ લાગવાથી 10 લોકોની મૃત્યુ થઇ ગઇ અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
આ ક્ષેત્રમાં તાપમાન ઘણું નીચું હોવાના કારણે આગ બુઝાવવામાં ઘણી મુશ્કેલી પડી. ફાયર બ્રિગેડને આગ બુઝાવવા માટે ત્રણ કલાક લાગ્યા.
- Advertisement -
Ten people were killed and nine others were injured after a fire broke out at a 21-floor residential building in Urumqi, capital of Northwest China’s Xinjiang Uygur Autonomous Region Thu night. Treatment of the injured and further investigation are underway: Xinhua pic.twitter.com/ui8aUkZwjR
— China Perspective (@China_Fact) November 25, 2022
- Advertisement -
પ્રશાસને જણાવ્યું કે, બધા 9 ઇજાગ્રસ્તોને બચવા માટેની આશા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે.
આ દુર્ઘટના મધ્ય ચીનમાં ત્રણ દિવસ પહેલા એક ઔદ્યોગિક વ્યાપારિક કંપનીમાં આગ લાગવાથી 38 લોકોની મૃત્યુ થઇ ગઇ. અહિંયા એક તણખલાના કારણે કપડામાં આગ લાગી.