સોના- ઉપરાંત તમામ બજારોમાં શોપીંગનું ક્રેઝ: ડોલર સામે રૂપિયાના ઘસારાથી હજુ ભારતમાં સોનું થોડું મોંઘુ
દેશ આજે લગભગ ત્રણ વર્ષના સમયગાળા બાદ દિપાવલીના તહેવારો કોરોના નિયંત્રણ વગર જ ઉજવી રહ્યા છે અને નવરાત્રીથી શરૂ થયેલી શોપીંગ-લાઈન હવે દિપાવલી આવતા સોના અને જવેલરી ખરીદી ભણી વળી છે અને આજે ધનતેરસના દેશભરમાં સોનાની બમ્પર ખરીદી થશે અને જવેલરી માંગ પણ 15-20% વધુ રહેશે. ગત દિપાવલી પર સોનાની માંગ તેના અગાઉના વર્ષ કરતા 20-25% વધુ હતી તેનુ મુખ્ય કારણ દેશ 2020ના લોકડાઉન અથવા કોરોનાની બે ઘાતક લહેરમાંથી બહાર નીકળ્યો હતો અને તેથી લોકોની ખરીદી વધી હતી
- Advertisement -
તથા 2020-21માં લોકડાઉન વિ.ના કારણે આ કિંમતી ધાતુ બજારમાં પુછપરછ ઓછી હતી પણ આ પ્રથમ કોવિડ બાદની સંપૂર્ણ રીતે બંધનમુક્ત દિપાવલી છે અને લોકો આ તહેવારો હવે મન મુકીને માણવા માંગે છે અને લોકોમાં ઉત્સાહ પણ જબરો છે. ફકત જવેલરી કે સોનામાંજ નહી તમામ ‘શોપીંગ’માં જબરો વધારો છે અને ‘સોનામાં સુહાગા’ જેવી સ્થિતિ છે. આ વર્ષે દિપાવલી પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જો કે હજુ પણ ભારતમાં હાલ રૂપિયાના ઘસારાના કારણે ભાવ હજું ઉંચા છે. આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયા તેનો પુરો લાભ ભારતના ગ્રાહકોને મળતો નથી.
ઉપરાંત હવે દિપાવલી બાદ લગ્નગાળાની સીઝન પણ આવી રહી છે. બીજી ફેકટર વિશ્વના અર્થતંત્રમાં મંદીની ચિંતા છે. ડોલર સામે વિશ્વની તમામ કરન્સીઓ ગગડી છે. ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધના કારણે વિશ્વભરમાં લશ્કરી-રાજકીય તનાવ વધુ છે તેથી સોનાની ખરીદી વધી છે અને ઘટેલા ભાવથી લોકોનો રસ પણ વધ્યો છે. ભારતમાં અક્ષયતૃતીયા, ધનતેરસ, દિપાવલી એ સોનાની ખરીદીમાં શ્રેષ્ઠ દિવસો છે. આ વર્ષે પશ્ચીમ, ઉતર અને દક્ષિણ ભારતમાં એક સાથે સોનાની માંગ જોવા મળી છે. ઉપરાંત સારા ચોમાસાની આશાએ ગ્રામીણ માંગમાં વધારો કર્યો છે.દેશમાં છેલ્લા કેટલાક સપ્તાહની સોનાની આયાત પણ સારી રહી છે. ગઈકાલે કોમોડીટી એકસચેંજમાં સોનાના ભાવ રૂા.50000 હતા અને વિશ્વ બજારમાં નીચા ભાવથી ભારતમાં તેની થોડી રાહત છે અને હવે અમેરિકી ફંડના આક્રમક વલણથી સોનું વધુ નીચે જશે.