ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા દિવાળીના તહેવારમાં પણ શહેરમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી છેલ્લાં સપ્તાહમાં રજાના દિવસોમાં પણ લોકોની સુખાકારી માટે ફોગિંગ કરી જ્યાં પાણી ભરાતા હોય તેવા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
શહેરના કોઠારીયા મેઈન રોડ તથા આસપાસના વિસ્તારો જેવા કે નંદનવન આવાસ, નંદનવન સોસાયટી, પરમેશ્ર્વર પાર્ક, જે.એમ.સી. નગર, હુડકો ક્વાર્ટર, ન્યુ સર્વોદય સોસાયટી, સોની બજાર, કંસારા બજાર, સાંગણવા ચોક, જૂની ખડપીઠ, કંદોઈ બજાર, શિવધારા સોસાયટી, શક્તિ સોસાયટી, સિલ્વર નેસ્ટ, રેલનગરના વિસ્તારો, દ્વારકેશ રેસીડેન્સી, આશાપુરાનગર, રાજલક્ષ્મી સોસાયટી, બીલીપત્ર રેસીડેન્સી, રૈયા રોડના વિસ્તાર ચંદન પાર્ક, સોમનાથ સોસાયટી, શિવમ પાર્ક, તુલસી પાર્ક, બાલાજી ઈન્ડ. એરિયા જય અંબે ઈન્ડ. વૈશાલીનગર, જાગનાથ પ્લોટ વિસ્તાર સહિતના 171 રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી છે અને 199 રહેણાંક આસામીને નોટીસ ફટકારી છે જ્યારે 1074 રહેણાંક મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મનપાના ચોપડે રોગચાળાના કેસોમાં 108 શરદી ઉધરસ, 16 તાવના, 35 ઝાડા-ઉલ્ટી, ડેંગ્યુના 19 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત શહેરના ખાનગી દવાખાનામાં અનેક શહેરીજનોએ રોગચાળાથી દવાઓ લીધેલ છે.
રાજકોટમાં તહેવારમાં રોગચાળો વકર્યો: આરોગ્ય શાખા ઉંધા માથે
