જિલ્લાના તમામ ફાયર ફાઈટર ટીમની જહેમત બાદ પણ 20 કલાકે આગ બેકાબૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેપર મિલમાં શનિવારે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. પેપર મિલમાં લાગેલી એટલી વિકરાળ હતી કે આશરે પાંચેક કિલોમીટર દૂરથી પણ આગ નજરે પડી રહી હતી. પેપર મિલમાં આગ લાગવાની જાણ તુરંત ફાયર ફાઇટરની ટીમને કરતા જિલ્લાના તમામ ફાયર ફાયટરને આગ બુઝાવવા માટે બોલાવી લેવાયા હતા શનિવારે બપોરે લાગેલી આગ 20 કલાકની જહેમત બાદ પણ બુઝાઈ ન હતી જોકે ફાયર ફાઈટરની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ રવિવારે સવારે થોડા અંશે આગ પર કાબુ મેળવી આગ વધુ પ્રસરવાનું બંધ થતું હતું પરંતુ આગના લીધે પેપર મિલમાં લગભગ દસ કરોડથી વધુનું નુકશાન થયાની આશંકા પેપર મિલના માલિક ભાવિનભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ હતી. જેમાં મોટાભાગે મટીરિયલ અને માલ સમાન બળીને ખાક થયો હતો જોકે આ આગના બનાવમાં સમય સૂચકતા લીધે કોઈ કર્મચારી અથવા મજૂરને નુકશાન થયું નથી પરંતુ આગની જેકેટમાં આવેલી પેપર મિલ આશરે 80 ટકા જેટલી બળીને ખાક થઈ જતા મિલ માલિકો પર પણ અણધારી આફત આવી પડી હતી.