પાંચ રાજ્યોમાં આવતાં સપ્તાહે ચૂંટણી પૂરી થતાંની સાથે જ ધીમે-ધીમે કરીને પેટ્રોલ-ડીઝલ મોંઘું થવા લાગશે
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવતાં સપ્તાહે પૂરી થતાંની સાથે જ પેટ્રોલ-ડીઝલમાં આગઝરતો ભાવવધારો ઝીંકાય તેવી શક્યતા અત્યારથી જ વ્યક્ત થઈ રહી છે.
રશિયાથી તેલની સપ્લાય ખોરવાઈ જવાની આશંકાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ 2014 બાદ પહેલી વખત 116 ડોલર પ્રતિ બેરલને આંબી ગયો છે. આઈઆઈએફએલ સિક્યુરિટીઝના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતો આટલી જ રહે છે તો ઘરેલું સ્તરે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15થી 20 રૂપિયા પ્રતિલીટરનો વધારો થઈ શકે છે.
- Advertisement -
અનુજ ગુપ્તાએ કહ્યું કે પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ ચૂંટણી બાદ આવતાં સપ્તાહથી પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાનું શરૂ થઈ જશે. પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવનારા પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ એકમના જણાવ્યા પ્રમાણે ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદી છે તેના ભાવ 1 માર્ચે 102 ડોલર પ્રતિ બેરલથી વધી ગયા છે. ઈંધણનું આ મૂલ્ય ઑગસ્ટ 2014થી સૌથી વધુ છે. પાછલા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા ઉપર લગામ મુકાઈ હતી ત્યારે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 81.5 ડોલર પ્રતિ બેરલ હતી.
બ્રોકરેજ કંપની જે.પી.મોર્ગને એક અહેવાલમાં કહ્યું કે આવતાં સપ્તાહ સુધી રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ જશે. અનુમાન છે કે ત્યારબાદ ઈંધણના દર દૈનિક આધારે વધી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ ઉપર 5થી સાત રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.


