લત્તાવાસીઓએ કોર્પોરેટર- કોન્ટ્રાક્ટરને સત્વરે સફાઈ કરાવવા માગ કરી, પાંચ મહિના થયા બાદ પણ પરિસ્થિતિ જેમની તેમ
રાજકોટના મનહર પ્લોટ, વિજય પ્લોટમાં નીકળતા વોકળામાં ભારે ગંદકી જોવા મળી રહી છે. આડેધડ થયેલાં દબાણોને કારણે વહેણ સાકળું થઈ જતાં સહેલાઈથી પાણી વહેતું ન હોવાથી ભરાઈ રહેતુ હોવાથી ગંદકી ફેલાઈ રહી છે.
- Advertisement -
જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તંત્ર સત્વરે સફાઈ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. વોર્ડ નં-7ના મનહર પ્લોટ શેરી નં-5માંથી નીકળતા વોકળામાં વહેતા ગંદા પાણીના લીધે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે.
- Advertisement -
રોગચાળો વકરે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ વોકળાના કાંઠે રહેઠાંણ ધરાવતા લોકો વોકળાની નિયમિત સાફ સફાઇ અને દવા છંટકાવ કરવામાં આવે તેવી લાંબા સમયથી લોકો માંગ કરી રહ્યાં છે. ઉતાવળી નદી કાંઠે ભયંકર બદબું મારતું પાણી વહી રહ્યું હોય જેમાં ઠેર ઠેર એઠવાળ, પ્લાસ્ટિકના ઝબલાં, ખાલી બોટલ, ઉકરડાના ઢગલાં જોવા મળે છે.