ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે મોરબીના રાજપર ગામે રહેતા સુરેશભાઈ ખાંભલાની દીકરી જાનવીએ ધોરણ 10 માં સરકારી શાળામાં અભ્યાસ કરીને ઉત્કૃષ્ઠ પરીણામ પ્રાપ્ત કર્યું છે. મોરબી તાલુકાના રાજપર ગામની દીકરી જાનવી ખાંભલાએ ધોરણ 10 ની પરીક્ષામાં 96.44 પીઆર મેળવ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરીને ટ્યુશન વગર ખંત અને ધગશથી મહેનત કરીને ધોરણ-10 ની પરીક્ષામાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. જાનવીના પિતા સુરેશભાઈ ટેમ્પો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ટેમ્પો ચલાવતાં પિતાની દીકરીનું ધો. 10માં ઉત્કૃષ્ટ પરિણામ
You Might Also Like
Follow US
Find US on Social Medias