એક જ પરિવારમાં એકસાથે ચાર મોતથી ચકચાર
બચી ગયેલા બાળકે કહ્યું- ગળે મમ્મીની સાડી બાંધી, ટ્રંક પર ચડવાનું કહી છત પર લટકાવ્યા, એકસાથે કુદવાનું કહ્યું ને અમે કુદી પડ્યા
- Advertisement -
ઘરની સ્થિતિ ખરાબ હતી, પત્નીનું અવસાન થઈ ગયું હતું: પાડોશીનું નિવેદન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બિહારના મુઝફ્ફરપુરમાં એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. જેમા એક પિતાએ પોતાના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી લીધી. આ ઘટનામાં ત્રણ દીકરીઓ સાથે પિતાનું મૃત્યુ થયું, જ્યારે બે દીકરા બચી ગયા.
એક જ પરિવારમાં એકસાથે ચાર મોતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રૌલિયા ગામની છે.
ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. સોમવારની સવારે આ ઘટનાની જાણકારી મળી. જણાવવામાં આવે છે કે રવિવારની રાત્રે અમરનાથ રામ (ઉં.વ.40)એ પોતાની ત્રણ દીકરીઓ રાધા કુમારી (ઉં.વ.11), રાધિકા (ઉં.વ.9) અને શિવાની (ઉં.વ.7) સાથે ઘરમાં ફાંસી લગાવી લીધી. અમરનાથ રામે પોતાના બે દીકરા શિવમ કુમાર (ઉં.વ.6) અને ચંદન (ઉં.વ.4)ને પણ ફાંસી લગાવવાનું કહ્યું હતું, પરંતુ બંને બચી ગયા. બંને બાળકો ઘરમાંથી બહાર નીકળ્યા અને બૂમો પાડવા લાગ્યા.
અમરનાથના દીકરા શિવમે જણાવ્યું કે રાત્રે આખા પરિવારે જમવામાં ઈંડા ભુજીયા અને બટાકા-સોયાબીનની સબ્જી સાથે ભાત ખાધા હતા. બહેને જમવાનું બનાવ્યું હતું. અમારી માતાનું અવસાન થઈ ગયું છે. અમારા પરિવારમાં પપ્પા જ હતા. તેઓ જ અમારું ધ્યાન રાખતા હતા. પુત્રએ જણાવ્યું કે ‘પિતાએ બધાને જગાડ્યા. હું મોબાઈલ જોઈ રહ્યો હતો એટલે મને ઊંઘ નહોતી આવી. પપ્પાએ અમારા પાંચેય (ત્રણ દીકરી અને બે દીકરા)ના ગળામાં માતાની સાડીથી ફાંસો નાખીને ટ્રંક પર ચડવાનું કહ્યું અને ઘરની છત પર લટકાવી દીધા. ત્યારબાદ તેમણે અમને ટ્રંક પરથી કૂદવાનું કહ્યું. બધી બહેનો પપ્પા સાથે ઝટકાથી કૂદી પડી. હું પણ કૂદી પડ્યો, પણ ગળું દબાવાથી દુખાવો થતાં ફાંસો ઢીલો કરી દીધો અને પોતાને ફાંસામાંથી કાઢી લીધો. ત્યારબાદ મેં મારા ભાઈ ચંદનના ગળામાંથી પણ ફાંસો ખોલી નાખ્યો અને બહાર નીકળીને બૂમો પાડવા લાગ્યો.’
મૃતકના કાકા સીતારામ રામે જણાવ્યું કે સવારે 4:00 વાગ્યે એક બાળક આવીને બોલ્યો કે પપ્પાએ બધાને ફાંસી પર લટકાવી દીધા. ત્યારબાદ પોતે પણ લટકી ગયા. હું તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો. જોયું કે ચાર લોકો જેમાં મારો ભત્રીજો તેની ત્રણ દીકરીઓ સાથે ફાંસીના ફંદા પર લટકીને જીવ આપી દીધો છે.
તે કંઈ કામ કરતો ન હતો, જેમ તેમ ઘર ચાલતું હતું. ડીલર પાસેથી રાશન-પાણી આવતું હતું તેમાંથી જ તેનો પરિવાર ચાલતો હતો. ગયા વર્ષે હોળીના સમયે પત્ની પણ મૃત્યુ પામી હતી. ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ સાથે રહેતો હતો.



