ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ સહિત રાજ્યભરમાં હ્રદય રોગના હુમલાથી મોતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ પાસે ઝુંપડામાં રહેતા અને છૂટક ફૂલ વેચવાની મજૂરી કરતાં રામાભાઇ વિરાભાઈ રાઠોડ ઉ.57 નામના પ્રૌઢ ગત સાંજે બેભાન થઈ ઢળી પડતાં તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અંહી ટુંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપસમાં મૃતક ચાર ભાઈ અને ચાર બહેન હોવાનું અને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.