– અડધા ડઝનથી વધુ લોકોની શોધખોળ ચાલુ
મધ્યપ્રદેશના મુરૈનામાં આજ રોજ એક મોટી દુર્ઘટના બની. એક ઘરમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે જોરદાર ધડાકો થયા પછી બે માળનું ઘર પત્તાના મહેલની જેમ પડી ગયું હતું. જેમાં રહેલા ત્રણ વ્યક્તિની ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગઇ હતી અને અડધા ડઝનથી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. બ્લાસ્ટ થવાથી ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઇ હતી. ધડાકાનો અવાજ એટલો વધારે હતી કે આસપાસના લગભગ 200 મીટરના વિસ્તારમાં રહેલા ઘરોમાં ભૂકંપના આંચકા જેવી ધ્રુજારી અનુભવાય.
- Advertisement -
Morena, MP | Explosion in an illegal firecracker factory in the Banmore Police Station area killed 3. One is missing, 7 have also been injured. People also suspected to be buried under debris: IG Chambal range, Rakesh Chawla pic.twitter.com/YkBoz7djQF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 20, 2022
- Advertisement -
મુરૈના જિલ્લામાં બામનોર ગામમાં આજ રોજ સવારે 11.45ના આ ઘટના બની. બોમ્બ ધમાકાના કારણે મકાન પડવાથી લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. સમાચાર મળતા તરત જ તેઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને તરત જ સારવાર આપવામાં આવી અને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
આસપાસના લોકોએ દુર્ઘટના વિશે જણાવતાં કહ્યું કે, બોમ્બના ઘડાકાના કારણે બે માળનું મકાન પડી ગયું. કેટલાય લોકો દટાય ગયા. પ્રાથમિક જાણકારી અનુસાર, લગભગ 7-8 લોકો દટાય ગયા, જેમાંથી 3ની મૃત્યુ થઇ ગઇ. જયારે અડધા ડઝનથી વધારે લોકો કાટમાળમાં દટાયેલા છે. કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારા માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.