ગત શનિવારે મલ્ટી-લેવલ કાર પાર્કીંગ (એમએલસીપી) જનરલ બસ સ્ટેન્ડ- જમ્મુનું પોતાનું પ્રથમ ફાસ્ટેગ વાળી પાર્કીંગ વ્યવસ્થા સીસ્ટમ (પીએમએસ) મળી છે. આ અત્યાધુનિક કેશલેસ પહેલને ઉપયોગમાં લાવનાર જમ્મુ બીજુ રાજય છે.
આ પહેલા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) દ્વારા જુલાઈ 2021ના ઉતરી દિલ્હીના કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર ભારતની પહેલી ફાસ્ટેગ આધારિત અને યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) આધારિત કેશલેસ પાર્કીંગ સુવિધા શરૂ કરાઈ હતી. જમ્મુ બસસ્ટેન્ડ પર પાર્કીંગ યાર્ડ પ્લસ નામની એક એપના માધ્યમથી કામ કરશે અને જમ્મુ નિવાસી એપનો ઉપયોગ કરીને હવે પાર્કીંગ સ્થળની શોધ, બુકીંગ અને પ્રિયે કરી શકાય છે.
- Advertisement -
આ સિવાય કોઈ માનવીય હસ્તક્ષેપ વિના પાર્કીંગ સ્થળના પેમેન્ટ માટે આપની કાર પર ફાસ્ટેગનો ઉપયોગ કરી શકો છો, જે જમ્મુમાં પોતાની રીતની પહેલી પહેલ છે. મુખ્ય આવાસ સચીવ તેમજ શહેરી વિકાસ વિભાગ (એચયુડીડી) ધીરજ ગુપ્તાએ આ સ્માર્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું હતું.