ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી લોકોના ધંધા રોજગાર ઠપ્પ હતા. આ વર્ષે તમામ તહેવારોમાં લોકોએ મનભરીને ઉજવણીઓ કરી છે. જો કે એક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો હજુપણ કોરોનાની અસરથી ઉગરી શક્યા નથી.
ત્યારે બે વર્ષ બાદ તેમના ચહેરા ઉપર જોવા મળતી ઉદાસી દૂર કરવા માટે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં દીવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક કાર્યો સાથે સંકળાયેલા ભાવના ધવલ શાહ દ્વારા આવું જ એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભાવના શાહે દિવમાં વસવાટ કરતા સેંકડો ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે અને તેમની દિવાળી ખુશખુશાલ જાય તે માટે તેઓને ફરસાણ તેમજ મિષ્ટાન્નની કીટ આપી હતી.