અશફાક પાદરીયા અને જીનલ શાહે કંપનીમાં એવું કહ્યું કે, અમે બિઝનેશ ટુર પર જઈએ છે
ભદન્ત બૂચે કંપનીમાં જાણ કરતા અશફાક-જીનલનો ભાંડો ફૂટ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ફણીધર એગ્રો મેગા ફૂડ પાર્કના બિઝનેશ હેડ અશફાક પાદરીયા અને માર્કેટિંગ મેનેજર જીનલ શાહ વિરુદ્ધ 4.04 લાખની છેતરપિંડી આચર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીએ જિલ્લા અને તાલુકામાં પ્રતિનિધિ નિમવાના બહાને સૌરાષ્ટ્ર કચ્છના પ્રતિનિધિ તરીકે ભદન્ત બૂચની નિમણૂંક કરાઈ હતી. ભદન્ત બૂચે ખાસ ખબરને વધુ જાણકારી આપી હતી કે, ફણીધરના અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે, અશફાક પાદરીયા અને જીનલ શાહ કંપનીમાંથી એવું કહીને નીકળતા કે, બિઝનેશ ટુર પર જઈએ છે. આમ આ બન્નેએ ફણીધરના અધિકારીઓને પણ ખોટુ કહ્યું હતું. છેતરપીંડીની જાણકારી હાલ ફણીધરના માલિક રવજીભાઈ પટેલને પહોંચાડી દેવામાં આવી છે. અને ત્યાંથી હવે આ અશફાક પાદરીયા અને માર્કેટિંગ મેનેજર જીનલ શાહ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે આ સ્કીમ ચાલુ કરવામાં આવી ત્યારે ખીરસરા ગામે કિસાન ઉન્નતિ કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો હતો. જ્યારે કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો ત્યારે તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહને પણ શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. અને રાજકોટ તાલુકા પંચાયતે પણ શિવંશ સર્વિસીઝના ભદન્ત બૂચને અભિનંદન પાઠવ્યા હતા. આમ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ ગણાતા ફણીધરના હેડ દ્વારા આવી રીતે છેતરપીંડી આચરવામાં આવી તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત કહી શકાય.
ફણીધર મેગા ફૂડ પાર્કની જો વાત કરવામાં આવે તો આ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુંદરડા ગામે 67 એકરમાં બનેલો એક પ્રોજેક્ટ છે જેમાં 50થી 55 જાતની અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેનો હેતુ ખેડૂતોને ફૂડ પાર્ક સાથે લાઈફટાઈમ માટે ખેડૂતો પાસેથી તેમના પાકની ખેતરમાંથી સીધી ખરીદી કરી ફૂડ પાર્કમાં વેચાણ કરવાનો હતો. આમ કિસાન ઉન્નતિ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં આ મેગા ફૂડ પાર્ક સાથે જોડાવવા માટે એક પ્રતિનિધિની નિમણૂંક કરે છે. જે પ્રતિનિધિ અલગ અલગ ગામડાઓમાં જઈ કિસાન ઉન્નતિ યોજનાની જાણકારી આપી ફનિધરમાં ખેડૂતો રો મટીરીયલ પુરૂ પાડવા માટે તૈયાર કરે છે.
વાયદા પ્રમાણે ખેડૂતોને કંઈ જ મળ્યું
ખેડૂતોની ખેતપેદાશો સીધા તેમને ખેતરેથી ખરીદી કરવાની હતી પરંતુ 3 વર્ષ થયા છતા એક પણ પ્રકારની ખરીદી ન થઈ. જ્યારે સ્કીમ સમજાવવા માટે અશફાક પાદરીયા અને જીનલ શાહ ખેડૂતો સાથે સંપર્ક કરતો ત્યારે ઘણા બધા વાયદા કર્યા હતા પરંતુ એક પણ વાયદો પૂર્ણ ન કર્યો. રજિસ્ટર ખેડૂતનો પે ટીમની સુવિધા સાથે 2500 જેટલી વોલેટ બેલેન્સ આપવાની હતી પરંતુ તેનો લાભ નથી મળ્યો. ખેડૂતો પાસેથી ઓર્ગેનિક મગફળી ખરીદવાનું કહી સેમ્પલ મંગાવ્યું પરંતુ ખરીદી ન થઈ.