ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે બિયારણ લેવા આવેલ ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો જયારે બિયારણ લેવા ઘણા ખેડૂતો રાત્રીથી આવી ગયા અને કૃષિ યુનિવર્સિટીમાં અળદ અને તલના બિયારણ વિતરણમાં અવ્યવસ્થા સર્જાઈ હતી જેમાં બિયારણ લેવા આવનાર દરેક ખેડૂતોને ટોકન ન મળતા રોશે ભરાયા હતા તેમજ નિર્ધારિત જથ્થો બિયારણનો ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
આ બિયારણ માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા વોટ્સએપ્પ મેસેજ મારફતે ખેડૂતોને બિયારણ લેવા માટેની જાણ કરાઈ હતી અને ખેડૂતોની સંખ્યા વધી જતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને એકત્ર થયેલ ખેડૂતો માં સમયસર ટોકન કે બિયારણ નહિ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે કૃષિ યુનિવર્સીટી દ્વારા દરેક ખેડૂતોને બિયારણ મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવતા અંતે મોડે મોડે મામલો થાળે પડ્યો હતો.