જુડા અધિકરીએ હૈયા ધારણા આપતા ખેડૂતોનું આંદોલન સમેટાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ ભારતીય કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા ઝાંઝરડા ગામ તેમજ સુખપુર અને જોશીપુરા સહીત વિસ્તારોમાં ટીપી સ્કીમ રદ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે જેમાં રેલી યોજી અનેકવાર આવેદન પત્ર આપી રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે અને છેલ્લા પાંચ દિવસથી ઝાંસીરાણી સર્કલ પાસે ખેડૂતો દ્વારા ધારણા પ્રદર્શન યોજી ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
- Advertisement -
ગઈકાલ ધરણાના પાંચમાં દિવસે ખેડૂતો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને જુડા કચેરીનો ઘેરાવ કર્યો હતો ત્યારે જૂનાગઢ જુડા કચેરીના અધિકરીઓએ કિશાન સંઘના આગેવાન મનસુખભાઈ પટોળીયા અને ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ધરણા પ્રદર્શન કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને હૈયા ધારણા આપીને ટીપી સ્કીમના નિયમોમાં ફેરફાર કરવાની ખાતરી આપતા ખેડૂતોનું આંદોલન હાલ પૂરતું સમેટાય
ગયું હતું.