પંજાબમાં સતત ત્રીજા દિવસે ખેડૂતો રેલ રોકો આંદોલન કરી રહ્યા છે. પ્રદેશમાં 12 સ્થળઓ પર કિસાન રેલ- ટ્રકો પર ધરણા કરી રહ્યા છે. જયારે આ આંદોલનના કારણે કેટલીય ટ્રેન રદ કરવામાં આવી છે. જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલ ડિવીઝન ફિરોજપુરના હેડ સંજય સાહુએ ખેડૂતોને વિનંતી કરી છે કે, ટ્રેન રોકવાના કારણે ગરીબ લોકોને મુશ્કેલી પડી રહી છે. કિસાન સંગઠનોએ સામાન્ય લોકોનો વિચાર કરવો જોઇએ. કિસાન સંગઠનોએ 13 સ્થળો પર ધરણા કરીને રેલ વ્યવહાર ઠપ કરી દીધો છે. પંજાબમાં માનાંવાલા- જંડિયાલનું રેલ્વે ફાટક, જાલંધર કૈંટ સ્ટેશન, ગોલેહવાલા સ્ટેશન, ફાજિલ્કા સ્ટેશન, મલ્લાંવાલા સ્ટેશન, તલવંડી ભાઇ, મોગો રેલ્વે સ્ટેશન, અજીતવાલ, ગુરદાસપુર રેલ્વે સ્ટેશન, હોશિયારપુર સ્ટેશન, તરનતારન સ્ટેશન અને મજીઠા સ્ટેશન પર ખેડૂતો ધરણા કરી રહ્યા છે.
- Advertisement -
#WATCH | Punjab: Farmers, under the aegis of Kisan Mazdoor Sangharsh Committee, continue to sit on railway tracks as they stage a 'Rail Roko Andolan' over their demands, including Committee for MSP, withdrawal of cases regarding agitation in Delhi and compensation & jobs for… pic.twitter.com/ybgfbBdaQH
— ANI (@ANI) September 30, 2023
- Advertisement -
ખેડૂતોના ધરણાના કારણે શુક્રવારના 91 ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે 381 રેલગાડીઓ પ્રભાવિત થવાના કારણે રેલ્વે ડિવીઝન ફિરોજપુરના 3100 મુસાફરોને 17 લાખ રૂપિયા રિફંડ કરવા પડશે. જયારે, 2 દિવસથી 17 માલ ગાડિઓ અન્ય સ્ટેશનો પર ઉભી છે. 50 પેસેન્જર ટ્રેનોના રૂટ પરિવર્તિત કરીને તેના નિર્ધારિત સ્ટેશનો માટે રવાના કરી હતી, જયારે 48 પૈસેન્જર ટ્રેનોને બીજા સ્ટેશન પર રોકવામાં આવી હતી.
ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, પૂર પીડિતો માટે 50,000કરોડનું રાહત પેકેજની સાથે-સાથે દિલ્હી માર્ચ દરમ્યાન સ્વીકૃતિ એમએસપી ગેરંટી કાનુનને પૂરા કરવામાં આવશે. સ્વામીનાથન આયોગની રિપોર્ટ અનુસાર પાકની કિંમત નક્કી કરવામાં આવે, ખેડૂતો- મજૂરોનું દેવું માફ કરવામાં આવે, મનરેગા હેઠળ વર્ષમાં 200 દિવસ રોજગાર મળે, પંજાબ સહિત ઉત્તર ભારતમાં સ્મૈક હેરોઇન જેવા ઘાતક નશા પર નિયંત્રણ થાય.


