વળતરની માંગ માટે નોઈડા ઓથોરિટીના ગેટ પર વિરોધ કરી રહેલા ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. આ જોતા પરિવહન પોલીસે સેક્ટર 6 ઔદ્યોગિક રસ્તા પર વાહનોની આવન-જાવન પર આંશિક પ્રતિબંધ લગાવ્યો છે. ઔદ્યોગિક માર્ગ સિવાય રજનીગંધાથી સેક્ટર 15 મેટ્રો સ્ટેશન, ચિલ્લાથી સેક્ટર-15 મેટ્રો સ્ટેશન, ન્યૂ અશોક નગર, ઔદ્યોગિક રસ્તા સિવાય બીજા રસ્તા પર કેટલાક સમય માટે પરિવહન ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. ખેડૂતોના વિરોધ મોર્ચાને જોતા દિલ્હી-નોઇડા, ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વધી ગઇ છે.
#WATCH | Security stepped up at the Delhi-Noida, Chilla border, in view of the farmers' protest march. pic.twitter.com/RWQrFwQFZs
- Advertisement -
— ANI (@ANI) February 8, 2024
જયારે નોઇડા અને ગ્રેનોમાં આજે કલમ-144 લાગુ કરી દીધી છે. દિલ્હી-નોઇડા બોર્ડ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. નોઇડા અને દિલ્હીમાં કેટલાક રસ્તા પર પરિવહન પ્રભાવિત થઇ રહ્યું છે. જેને પગલે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
#WATCH | Noida: DIG, Addl. CP (L&O), Shivhari Meena says, "Section 144 has been imposed & all the borders have been sealed for 24 hours. Heavy security deployment at all the borders. Arrangements have been made so that the people do not face any trouble. Security has been… pic.twitter.com/L1W9ArPtP3
— ANI (@ANI) February 8, 2024
મહામાયા ફ્લાઇઓવરથી વિરોધ મોર્ચો આગળ વધશે
ગૌતમબુદ્ધ નગરમાં ખેડીતોના 4 ધરણા ચાલી રહ્યા છે. અંસલ બિલ્ડરની સામે જય જવાન જય કિસાન સંગઠન ધરણા પર છે જ્યારે, ગ્રેટર નોઇડા ઓથોરિટીની બહાર અખિલ ભારતીય કિસાન સભાની તરફથી ધરણા ચાલુ છે. એનટીપીસી મુખ્યાલય સેક્ટર-24 નોઇડા અને સેક્ટર 6 પર ભારતીય કિસાન પરિષદના નેતૃત્વમાં ધરણા ચાલુ છે. કિસાન સંગઠનોએ કહ્યું કે, દિલ્હી કૂચમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને વૃદ્ધો પણ સામેલ થશે.



