ખાસ-ખબર ન્યૂઝ સુલતાનપુર
ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી કહેવાય પરંતુ આ ડુંગળી એ અત્યારે ખેડૂતો ને રાતા પાણી એ રોવડાવ્યા છે ને ખેડૂતો ને નારાજગી જોવા મળે છે અત્યારે ડુંગળી નો પાક લઈને આવતા ભાવ ઘટ્યા છે. જયારે વાવેતર સમયે ભાવ સારો હતો પરંતુ હાલમાં ડુંગળીના ભાવ સારા મળવાના બદલે સાવ તળિયે પહોંચી ગયા છે ત્યારે ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માટે બિયારણ ના ભાવ આસમાને રહયા હતા. આમ છતાં ખેડૂતો એ સારાભાવની આશા એ મોંઘાભાવ ના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે સારા ભાવ આવશે. ડુંગળીને પકાવી તો ખરી પરંતુ ગામડેથી યાર્ડમાં વેચવા આવી તો વેચાણના ભાવ સાંભળી ખેડૂત ભારે નિરાશામાં મુકાયા છે અને ડુંગળીના ઉપજણના પણ ભાવ નથી મળી રહયા. ભાવ વધવાનું કારણ ડુંગળીની વધુ આવકથી માર્કેટિંગ યાર્ડમાં ભાવ ઘટ્યા છે. અગાઉ ડુંગળીના ભાવ 700-800 હતા. જયારે અત્યારે ડુંગળીના ભાવ પ્રતિમણના ભાવ 150થી 300 છે. ગોંડલ સહીતના યાર્ડમાં ડુંગળીની આવકથી છલકાયા છે ત્યારે ખેડૂતોને ડુંગળીમાં પૈસા મળવાને બદલે પૈસા જાય તેવી ખેડૂતોની સ્થિતિ છે. આ વર્ષે પાછોતરો વરસાદ, કામોસમી વરસાદ અને ડુંગળીમાં રોગના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે. સુલતાનપુર પંથકના ખેડૂતોની માંગણી છે કે કોઈપણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકશાન ના જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે. નહીંતર આ વર્ષે ડુંગળી પકવનાર ખેડૂતોને આર્થિક બહુ મોટુ નુકસાન જશે.