ખાસ-ખબર સંવાદદાતા
દેશના પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ પછી ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે કાળા ઘઉંની ખેતી તરફ આકર્ષાયા છે. આ ઘઉં બજારમાં સામાન્ય ઘઉં કરતાં બમણાં કરતાં વધુ રૂપિયા કમાવી આપે છે. બીજી તરફ આરોગ્યને હિતકારી એવા આ ઘઉંનો પ્રયોગ સામાન્ય પરિવારો કરતાં થતાં ખેડૂતોએ પાકની દિશા બદલી છે. પંજાબના મોહાલીમાં નેશનલ એગ્રી ફુડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ (નાબી)ના વૈજ્ઞાનિકોએ આઠ વર્ષના રિસર્ચ પછી કાળા ઘઉંની જાત વિકસાવી છે જેને ફુડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માન્યતા આપ્યા પછી ગુજરાતના 200થી વધારે ખેડૂતોએ તેમના ખેતરમાં કાળા ઘઉંની ખેતી શરૂ કરી છે.
- Advertisement -
અત્યારે આ વાવેતર નાના પાયે છે પરંતુ સફળ ખેતી છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં 1000 હેક્ટર વિસ્તારમાં આ ઘઉંનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું, તે જોઇને ગુજરાતના ખેડૂતોએ પણ આકર્ષાઇને ખેતરમાં કાળા ઘઉંની ખેતી શરૂ કરી છે. સામાન્ય ઘઉંનો ક્વિન્ટલનો ભાવ બે હજાર સુધીનો હોય છે જ્યારે કાળા ઘઉંનો ભાવ ક્વિન્ટલ દીઠ ચાર થી છ હજાર રૂપિયા જેટલો હોય છે.
સામાન્ય ઘઉંનું ઉત્પાદન એક એકર પ્રમાણે 20થી 25 ક્વિન્ટલ થાય છે ત્યારે કાળા ઘઉંનું ઉત્પાદન 17થી 18 ક્વિન્ટલ થાય છે તેથી તેના બજાર ભાવ વધારે જોવા મળે છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં એક ખેડૂતે આ ઘઉંની ખેતી શરૂ કરી હતી. કાળા રંગના ઘઉંની રોટલી ભૂરા રંગની બને છે. આ ઘઉં અન્ય ઘઉં જેવા જ છે પરંતુ તેના મૂળમાં કાળા હોય છે. આ વર્ષે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા તેનું વાવેતર કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ ઘઉં ખાવાથી ક્યા ફાયદા?
- શરીરની સ્થૂળતા ઘટે છે
- હ્રદયરોગને અટકાવી શકે છે.
- સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે
- ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ક્ધટ્રોલ કરે છે
- કેન્સર સામે લડવાની શક્તિ આપે છે
- એસિડિટીથી મુક્તિ આપી પાચન વધારે છે
- બાળકોમાં કુપોષણની સમસ્યા ઘટાડે છે