જૂનાગઢ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ મહોત્સવનું આયોજન આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને તાલુકા સ્તરે પ્રાકૃતિક ખેતીના આદર્શ મોડેલ ફાર્મો પર પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો અંગે જીવંત પ્રયોગાત્મક માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં જીવામૃત અને ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ, વાપસા આ ઉપરાંત, એક પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રદર્શનમાં સ્થાનિક ગાય આધારિત ઉત્પાદનો, બાયો-ઇનપુટ્સ અને કીટ નિયંત્રણ માટેના ઉપાયો, સફળ પ્રાકૃતિક ખેડૂતોના અનુભવો લેવાયા હતા આ કાર્યક્રમોમાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.