ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ, ફાયર સ્ટેશન સામે આવેલ ખેતલા આપા ટી સ્ટોલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખૂબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. જેથી ગઈકાલે સાંજે ખેતલા આપા ટી સ્ટોલના સંચાલકોને નોટીસ આપીને ધી જી.પી.એમ.સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.