TP સ્કીમ મુદ્દે ત્રીજા દિવસે કિશાન સંઘ અને ખેડૂતોના ધરણાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢના ઝાંઝરડા ગામ સહીત આસપાસના વિસ્તારોમાં જુડા દ્વારા ટીપી સ્કીમ લાગુ કરવાનો વોરોધ ભારતીય કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા થઇ રહ્યો છે અને ટીપી સ્કીમમાં મહામૂલી ખેતીની 40% જમીન કપાત થતી હોવાથી નાના અને નબળા ખેડૂતની આજીવિકા છીનવાઈ જશે જેનો વિરોધ ખેડૂતો દ્વારા અગાઉ ટ્રેકટર રેલી સહીત આવેદન પત્ર આપીને જુડા કચેરી સામે વિરોધ નોંધાવ્યો છે.
ટીપી સ્કીમના વિરોધમાં કિશાન સંઘના મનસુખભાઈ પટોળીયાની આગેવાનીમાં ખેડૂતો અને મહિલાઓ બોહળી સંખ્યમાં જોડાઈને ઝાંસીરાણી સર્કલ ખાતે આજે ત્રીજા દિવસે ધરણા પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું છે અને જ્યાં સુધી ટીપી સ્કીમના નિયમમાં ફેરફાર નહિ થાય ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના મૂડમાં છે તેમ કિશાન સંઘના મનસુખભાઈએ જણાવ્યું હતું અને સરકાર ટૂંક સમયમાં નિર્ણય નહિ લેતો આંદોલન ઉગ્ર બનાવની ચીમકી ઉચ્ચારી હતી.