ખેડૂતોને પાક ધિરાણ લોનનાં વ્યાજની રકમ હજુ મળી નથી
ખાસ ખબરસંવાદદાતા
ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન 3 લાખ સુધી જીરો ટકા વ્યાજે આપવાની સરકારની યોજના છે . તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો દ્વારા ખેડૂત પાસેથી દર વર્ષે 7 % લેખે વ્યાજ વસૂલવામાં આવે છે . ગયા વર્ષના વસુલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજુ સુધી રિફંડ મળી નથી.
- Advertisement -
અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે . બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે, રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકતા નથી.સરકાર વ્યાજ ચુકવાઇ ગયાની વાતો કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે..
બેંકો અને સરકારના મિસ મેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકોમાં ફસાયેલા છે .
જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે તેવી માંગ છે.
10 દિવસમાં સરકાર ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસીડીની પૂરેપૂરી રકમ પરત નહીં આપે તો આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે.