તલ, જુવાર, બાજરી જેવા વાવેતર કરેલ પાકોમાં બિયારણ અને ખાતરના માથે પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
રાજ્યમાં ગત 5 મેના રોજથી કમોસમી વરસાદની આગાહી કેટલાક અંશે સાચી પડી હતી. જેમાં હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી સત્ય સાબિત થઈ અને વાવાઝોડા માફક પવન બાદ કમોસમી વરસાદ પણ ત્રાટક્યો હતો. કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને લીધે અનેક ગણું નુકશાન પણ સામે આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી પર નભતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે ભારે પવનના લીધે વાવેતર કરેલ તલ, જુવાર અને બાજરી જેવા પાકો જમીનદોષ થયા હતા જ્યારે વરસાદને લીધે કેટલાક નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો થતા વાવેતર કરેલ પાક બળી પણ ગયો હતો. ખેડૂતોને વાવેતર સમયે બિયારણ અને ખાતર સહિતનો ખર્ચ પાક લગભગ તૈયાર થયો હોય અને તેવા સમયે કુદરતી આફતને લીધે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે હજુય સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ હોવાથી બચેલો પાક પણ સાવ નિષ્ફળ થાય તેવી ભીતિ સેવાઈ છે ત્યારે જો ખેડૂતોનો આ બચેલો પાક પણ નિષ્ફળ થાય તો આ વખતની ઉનાળુ સિઝન ફેલ જાય તેવા એંધાણ નજરે પડે છે.