માયનોર કેનાલ રિપેર કરવાની વિનંતી અધિકારીઓને ગળે ઉતરતી નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
રાજ્યનો ખેડૂત સમૃધ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી ખેડૂતોને વધુને વધુ લાભ મળે તે દિશામાં પ્રયત્ન કરતા હોય છે પરંતુ ખરેખર સરકાર અને સરકારની બેવડી નીતિથી ખેડૂતો પાયમાલી પંથે હોવાના લીધે જ આટઆટલા પ્રયત્નો છતાં પણ ખેડૂતો દ્વારા આત્મહત્યાના કિસ્સા છાસવારે પ્રકાશમાં આવે છે ત્યારે ખેડૂતોના વાવેતર માટે મોંઘુ બિયારણ, ખાતર, દવાઓ અને મહેનત બાદ પણ ક્યારેક કુદરત તો ક્યારેક સરકારી તંત્રની બેદરકારીથી ખેડૂતોને મોટું નુકશાન થતાં દેવાદાર ખેડૂત અંતે આત્મહત્યાનો રસ્તો અપનાવી છે આ પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામે ખેડૂતોને દુર્દશા હોવાનું સામે આવતું છે જેમાં હામપર ગામ નજીકથી નીકળતી ભરાડ માયનોર કેનાલ છેલ્લા અનેક સમયથી રિપેર નહીં થઈ હોવાના લીધે જ્યારે પણ મુખ્ય કેનાલો શરૂ થાય છે અને મુખ્ય કેનાલનું પાણી માયનોર કેનાલમાં છોડવામાં આવે છે ત્યારે ભ્રષ્ટાચાર રહિત ગાબડા પડેલી માયનોર કેનાલમાં પાણી લીકેજ થાય છે અને આ પાણી ખેડૂતોના ખેતરમાં જવાના લીધે ખેતર દરિયા સમાન પાણીથી ભરાઈ જાય છે જેના લીધે ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ જતા હોય છે આ પ્રકારની સ્થિતિ છેલ્લા એક દાયકાથી હોવાના લીધે સ્થાનિક ખેડૂત દ્વારા વારંવાર વર્ષ 2015થી સતત નર્મદા વિભાગના અધિકારીને લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં એરકંડિસન ઓફિસમાં ગપાટા મારતા નર્મદા વિભાગના અધિકારીઓના હૃદય સુધી ખેડૂતની વિનંતી સાથેની વ્યથા પહોચતી નથી અને દર વર્ષે માયનોર કેનાલના લીકેજ પાણીથી નુકશાન વેઠતા ખેડૂતોની આજેય સ્થિતિ એક દશકાથી યથાવત છે.
- Advertisement -
ત્યારે આ મામલે ખેડૂતો જ્યારે નર્મદા વિભાગના અધિકારીને માયનોર કેનાલ રિપેરિંગ કરવા માટે રજૂઆત કરવા જાય ત્યારે અધિકારી પણ ખેડૂતોને ઉડાવ જવાબ આપી હાંકી કાઢે છે ખેડૂતોની આ સ્થિતિ છેલ્લા એક દાયકાથી હોવા છતાં આજેય ખેડૂતો ધીરજ રાખીને બેઠા છે. ત્યારે જો ખેડૂતોને દર વર્ષે માયનોર કેનાલના લીકેજ પાણીથી નુકશાન વેઠવાની સ્થિતિ યથાવત રહી તો હામપર ગામના ખેડૂત પણ નુકશાની અને દેવાદાર બનવાના લીધે કોઈ અજુગતું પગલું ભરે તે દિવસ દૂર નથી. તેવામાં એક દાયકાથી નુકશાનીનો ભારો લઈને ફરતા ખેડૂતોના ખેતરમાંથી નીકળતી માયનોર કેનાલ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે.
ખેડૂતો આંદોલનનો રસ્તો અપનાવે તેવી શક્યતા !
હામપર ગામના ખેડૂતોના ખેતરમાં માયનોર કેનાલ લીકેજ થવાના લીધે એક દશકાથી પાકને નુકશાન થવા અંગે વારંવાર વિનંતી સાથેની વ્યથા નર્મદા અધિકારીના હૃદય સુધી પહોચતી નથી જેથી હવે ન છૂટકે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં નજરે પડી રહ્યા છે.”
- Advertisement -
નેતાને પણ ઉડાઉ જવાબ!
માયનોર કેનાલમાં સમારકામના અભાવે ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી આવતા પાકને નુકશાન થઈ રહ્યું હોવાથી ધ્રાંગધ્રા ગ્રામ્ય કોંગ્રેસના પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા નર્મદા વિભાગના અધિકારીને રજૂઆત કરતા તેઓને પણ ઉડાવ જવાબ આપી સમજાવી દેવાયા હતા.



