ઉપરવાસ વરસાદથી ડેમમાં સતત નવા નીરની આવક
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
ગીર ગઢડા તાલુકા ના કોદીયા ગામ પાસે આવેલ મધ્ય ગીર માં આવેલ મછુન્દ્રી ડેમ ઉપરવાસ વરસાદ થી પાણી ની આવક વધતા ડેમ ના ડિઝાઇન સ્ટોરેજ ના 70% ભરાઈ ગયેલ છે ડેમ માં પાણી નું હાલ નું લેવલ 107.20 મીટર અને પાણી ની ઉંડાઈ 7.70 મીટર છે અને પાણી નો જીવંત જથ્થો 17.1206 તથા કુલ જથ્થો 22.2584 ઘન મીટર તેમજ પાણી ની આવક 233 ક્યુસેક છે જ્યારે આ ડેમ પર 320 એમ.એમ.એટલે કે 12.8 ઈંચ વરસાદ વરસ્યો છે.
- Advertisement -
પરંતુ જંગલ માં વરસાદ થી પાણી ની આવક વધતા ગીર ગઢડા તાલુકા ના રસુલપરા, કોદીયા, દ્રોણ, ઈટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા જજ્યારે ઉના તાલુકા ના ચાંચકવડ, ઉના,દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાંખરવાડા, નવાબંદર મળી બન્ને તાલુકા ના 16 ગામ ના લોકો ને સાવચેત રહેવા તેમજ નદી ના પટ માં અવર જવર ના કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ છે.આ ડેમ ભરતા ઉના પંથક માં પાણી ની સમસ્યા પણ હલ થઈ જાય છે હાલ અષાઢ મહિનો શરૂ હોય પણ ઉના ગીર ગઢડા પંથક માં અત્યાર સુધી સરેરાશ 9 ઇંચ જેટલોજ વરસાદ વરસ્યો છે ખેડૂતો પણ વરસાદ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.