ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યના આઇ.પી.એસ અધિકારીઓની બદલી થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે જામનગર જિલ્લાના પ્રેમસુખ ડેલુને મુકાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ પોલીસ મહા નિરીક્ષક ડો.ગીરીશકુમાર પંડ્યાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર હેડ ક્વાટર ખાતે યોજવામા આવેલ વિદાય સમારોહમાં જિલ્લાના ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, એલ.સી.બી અને એસ.ઓ.જી શાખાના અધિકારીઓ તથા સ્ટાફ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહીને ડો.ગીરીશકુમાર પંડ્યાના કાર્યકાળને વાગોળ્યા હતા.
સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહા નિરીક્ષકની બદલી થતા વિદાય સમારોહ યોજાયો
