ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.તા.30 જૂનના રોજ મોરબી જિલ્લા પોલીસમાંથી વયમર્યાદાના લીધે નિવૃત્ત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં ટ્રાફિક શાખાના મનુભાઈ રાયધનભાઈ ડાંગર અને માવજીભાઈ સુખાભાઈ ચાવડા, પોલીસ કંટ્રોલ રૂૂમના પ્રભુભાઈ અવચરભાઈ અઘારા, તાલુકા પોલીસ મથકના ઇન્દ્રવદન એમ.અજમેરી, એસપી કચેરીમાં ફરજ બજાવતા રાવતભાઈ આપાભાઈ લોખીલ તેમજ મોરબી સાયબર ક્રાઇમ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામગોપાલભાઈ શર્માનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો.આ તકે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાએલ કાર્યક્રમમાં સૌએ નિવૃત્ત થતા પોસીસ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેમના નિરોગી દીર્ધાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.
મોરબી પોલીસબેડામાંથી નિવૃત્ત થયેલાં છ પોલીસ કર્મીઓનો વિદાય સમારોહ યોજાયો
