ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર પૂરી કરી એ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન થયું હતું. જેમાં ગુરુકુળના ટ્રસ્ટીશ્રી શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી, કેમ્પસ ડારેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટિયાસાહેબ, શાસ્ત્રી શ્રી કુંજવિહારી સ્વામીજી, હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેતા સાહેબ, સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવિરાજસર, પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી મેણીયા સાહેબ, લોક વિજ્ઞાન કેન્દ્ર માંથી નિકુજભાઈ વગેરે આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો સૌ મહેમાનશ્રીઓએ પોતાના અનુભવો અને પ્રાસંગિક ઉદબોધન કરી સૌ તાલીમાર્થીઓને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે દરેક તાલીમાર્થીઓને સ્મૃતિ રૂપે ભેટ આપી કાર્યક્રમના અંતે સૌએ સમૂહ ભોજન લીધુ હતું.
કાર્યક્રમના બીજા સેશનમાં તાલીમાર્થીઓએ પોતાના બે વર્ષના પ્રતિભાવો રજૂ કર્યા આ સાથે અવનવી ગેમ્સ રમી અને પ્રોજેક્ટર ઉપર ફોટોગ્રાફ્સ અને વિડિયો બે વર્ષની પ્રવૃત્તિઓના- કાર્યક્રમોના ઝાંખી રૂપે સૌએ સાથે મળીને નિહાળી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ. 2ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર ડેકોરેશન પણ સેમ.2 ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.બી.એડ્.કોલેજના સમગ્ર સ્ટાફે સાથે મળીને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કરવામાં સાથ, સહકાર અને સહયોગ આપી સફળ બનાવ્યો હતો.